શ્રી મહેશ હરિદાસ ઠકકર

મદદનીશ શિક્ષક

મુંદરા તાલુકાના પત્રી ગામે જન્મેલાં અને એસ.ડી.શેઠિયા કોલેજ ઓફ એજયુકેશન,મુંદરામાંથી બી.એડ.અને એમ.એડ. થયેલા શ્રી મહેશભાઈ ઠકકર 1994માં બી.એડ.માં ગુજરાત યૂનિવસિટીમાં પ્રથમ આવી સુવણચંદ્રક મેળવેલ છે.

શાળામાં છેલ્લાં દોઢ દાયકાથી ગણિત અને વિજ્ઞાન વિષયોનું અધ્યાપન કાર્ય ખંત અને નિષ્ઠાથી કરે છે.

ચીવટથી કાર્ય કરવા ટેવાયેલાં શ્રી ઠકકર ઓછાબોલા છે. એસ.એસ.સી.ના આવેદનપત્રો ભરવાની કાર્યવાહી સુપેરે પાર પાડે છે. શાળાની પ્રયોગશાળા પણ અગાઉ સંભાળતા બી.એડ.ના વાર્ષિક પાઠ નિરીક્ષણમાં પણ પોતાની સેવા આપે છે.

કર્મને પોતાનો ધર્મ માનનારા અને વિજ્ઞાનશિક્ષક હોવા છતાં તમોને સાહિત્ય પ્રત્યે લગાવ છે. તેઓનો જીવનમંત્ર છે. હરિ કરે તે ખરી.

શૈ.લાયકાત

:

બી.એસ.સી.બી.એડ.એમ.એડ.

દાખલ તારીખ

:

03/09/1996

જન્મ તારીખ

:

29/06/1971