શ્રી નિતીનકુમાર કાનાભાઈ પટેલ

મદદનીશ શિક્ષક

શાળામાં પોતાના સામાજિક વિજ્ઞાન વિષયને વિદ્યાર્થીઓમાં રસપ્રદ બનાવ્યો તથા પોતાના વિષયનું પરિણામ ખૂબ ઉચું લઈ આવે છે. શાળામાં સાંસ્કૃતિક પ્રવૃતિઓ,સંચાલન,પ્રાર્થના સફાઈ,સ્વચ્છતા,વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ,ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા તથા શાળાની સમગ્ર પ્રવૃતિઓમાં ઉત્સાહભેર ભાગ લઈ શ્રેષ્ઠ યોગદાન આપે છે. તથા નિર્મળ ગુજરાત, સ્વર્ણિમ ગુજરાત કાર્યક્રમ, પ્રતિમાપૂજન વગેરે કાર્યક્રમો શ્રેષ્ઠ રીતે કયા છે. નિયમિતતા, નિષ્ઠા, વિદ્યાર્થીઓમાં લોકપ્રિયતા તથા સતત પ્રવૃતિશીલ રહેવું  જેવા ઉમદા ગુણો ધરાવે છે. તથા શાળામાં યોજાતી વિવિદ્ય સ્પર્ધાઓમાં તથા યોગ પ્રાણાયામ જેવી પ્રવૃતિઓમાં સક્રિય ભાગ લે છે. દર વર્ષે યોજાતા તાલુકા યુવા ઉત્સવ કાર્યક્રમને સફળ બનાવવા તેમનું યોગદાન રહે છે. તેઓ પોતાના વિષયનાં પ્રોજેકટ કાયો વિદ્યાર્થીઓ પાસે સારી રીતે તૈયાર કરાવે છે. તેમની આવી  ઉત્સાહિત અને સક્રિય પ્રવૃતિઓને કારણે શાળામાં આચાર્યશ્રી દ્વારા વિશિષ્ટ એવોર્ડ પણ મેળવેલ છે.

શૈ.લાયકાત

:

એમ.એ.બી.એડ.(ઈતિહાસ)

દાખલ તારીખ

:

12/06/2003

જન્મ તારીખ

:

07/07/1979