શ્રી ગજાનન ગૌરીશંકર જોષી

આચાર્યશ્રી

શાળાના સફળ સુકાની પોતાની આગવી સૂઝ અને યોગ્ય દિશા-સૂચનને કારણે શાળા પહેલાં ગતિમય હતી. આપશ્રીના શાળામાં આગમન પછી શાળા પ્રગતિમય બની છે અને બનાસકાંઠા જિલ્લામાં એસ.એસ.સી.ના પરિણામની દષ્ટિએ,શિસ્તની દષ્ટિએ અને સહ-અભ્યાસિક પ્રવૃતિની દષ્ટિએ શ્રી એમ.એમ.એલ.શાહ હાઈસ્કુલનું નામ ગુંજતું કરી દીધું છે. જેનો મહતમ યશ આપશ્રીને ફાળે જાય છે.

આપશ્રીની શિક્ષણ પ્રત્યેની નિષ્ઠાને કારણે શાળાનું વાતાવરણ શિક્ષણમય બન્યું છે. વિદ્યાર્થીઓ,વાલીઓ,શિક્ષકો,સંચાલક મંડળ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી આ પાંચેય બાબતો સાથે સંકલન અને સુમેળ સાધીને શાળા વિકાસનું યોગ્ય ભાવાવરણ આપશ્રીએ પૂરું પાડયું છે. આ શાળાને આપશ્રીએ એક સબળ નેતૃત્વનો આદર્શ પૂરો પાડયો છે.

ફૂલથીયે કોમળ અને વજ્રથીયે કઠોર આપનું હૈયું માનસ પારેખું, શાળાનું હિત સદૈવ હૈયે ધરનાર અને કરુણામય છે. આ કારણે આપશ્રી વિદ્યાર્થીઓ,શિક્ષકો,વાલીઓ અને સંચાલક મંડળના પ્રિયપાત્ર બની રહયા છો.

શૈ. લાયકાત

:

એમ.એ.ડી.બી.એડ.

શાળામાં દાખલ તારીખ

:

24/01/2003

જન્મતારીખ

:

01/06/1962

ખાતામાં દાખલ તારીખ

:

11/06/1985