શ્રીમતી મંજુલાબેન બબલદાસ પટેલ

મદદનીશ શિક્ષક

 મહેસાણા જીલ્લાના બાલીસણા ગામમાં 24-9-57 નાં રોજ મારો જન્મ થયેલ પ્રાથમિક,માધ્યમિક શિક્ષણ મારા વતન મુ. બાલીસણા લીધેલ આગળ કોલેજનું શિક્ષણ મેં પાટણ પી.કે.કોટવાલામાં લીધેલ છે. કોલજમાં મેં સી.આર.ની ચૂંટણીમાં બીનહરીફ મતે સી.આર.બનાવવામાં આવેલ.

ઉચ્ચ શિક્ષણ પાટણમાં આટર્સમાં સંસ્કૃત વિષય સાથે બી.એ. બી.એડ. ગુજરાત યુનિ.માંથી પાસ કરેલ ત્યારબાદ 1986થી પંચશીલ માધ્યમિક શાળામાં મદદનીશ શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહી છું. આ શાળામાં શિક્ષિકા તરીકે મારો શૈક્ષણિક અનુભવ 26 વર્ષનો થાય છે. આ શાળામાં ભૂતપૂર્વ આચાર્ય શ્રીઓ તથા વર્તમાન આચાર્યશ્રી તરફથી જરૂરી માર્ગદર્શન મેળવી વિદ્યાર્થીઓનું હિત અને ટ્રસ્ટનું ઋણ ધ્યાનમાં રાખીને સારામાં સારું શિક્ષણ કેમ આપી શકું તે જ મારો પ્રયત્ન રહે છે.દરેક વિદ્યાર્થી સારો નાગરિક બને કુટુંબ અને તે પોતાના દેશ પ્રત્યે વફાદાર રહે એ માટે જરૂરી વાંચન અને વૈજ્ઞાનિકો,સંતો,શહીદો,મહાપુરૂષો ના જીવન કવનની ચર્ચા કરવામાં મને રસ છે. શાળામાં સાંસ્કૃતિક પ્રોગ્રામ શાળાનું શિક્ષણકાર્ય વધારેને વધારે શ્રેષ્ઠ મળે તે માટે હું સતત પ્રયત્નશીલ રહું છું.

સરકારશ્રી તરફથી અગાઉની કોમ્પ્યુટરની તાલીમ અન્ય કર્મયોગી તાલીમમાં મેં ભાગ લીધેલ છે. આધ્યામિક વિકાસમાં મને રસ છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ.બી.એડ.

જન્મ તારીખ

:

24/09/1957

શાળામાં દાખલ તારીખ

:

01/06/1986

શાળામાં નિવૃતિ તારીખ

:

31/10/2015