શ્રી વિષ્ણુભાઈ પી.પટેલ

આચાર્ય

શાળાના કર્મચારી વિશેની માહિતી :-

શાળાના સફળ સુકાની, પોતાની આગવી સૂઝ અને દિશાસૂચનથી શાળાની પ્રગતિ થઈ છે. શાળાની આજુબાજુના વિસ્તારમાં ઉચ્ચત્તર માધ્યમિક શાળા ન હતી. વિદ્યાર્થીઓ દૂર સુધી ઉ.મા.અભ્યાસ માટે જતા હતા. તેવા સમયે શાળામાં ઉ.મા.વિભાગ શરૂ કરી. સમગ્ર લીમખેડા તાલુકામાં શાળાનું નામ ગુંજતું કયું. એટલુ જ નહિં. સમગ્ર જીલ્લાની અગ્રગણ્ય શાળાની હરોળમાં આ શાળાનું નામ મૂકયું છે.

શાળાનું શૈક્ષણિક વાતાવરણ સુધારવામાં સચોટ માર્ગદર્શન, ઉત્તરોઉત્તર શાળાના પરિણામમાં વઘારો જેનો સંપૂર્ણ યશ આચાર્યશ્રીને ફાળે જાય છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એસ.સી.,બી.એડ.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

5/1/1990

જન્મ તારીખ

:

6/1/1965