શ્રીમતી કપિલાબેન પરસોત્તમદાસ પટેલ

આચાર્યશ્રી

શાળાના કર્મચારી વિશેની માહિતી

શાળાની શરૂઆત ખૂબજ જાહેમત થી કરી હતી. સફળ સુકાની પોતાની આગવી સુઝ બુઝ અને વિવિક થી યોગ્ય દિશા સુચનને કારણે આજે શાળા ઉત્તરોત્તર પ્રગતિના ડગ માંડી રહી છે. જિલ્લામાં અને રાજ્યમાં પણ શાળાએ પોતાનું નામ ગુંજતુ કરી મૂકેલ છે. જેનો યશ આપશ્રીના ફાળે જાય છે.

શાળાનું વાતાવણ શિક્ષણમય અને સતત ગુંજતુ કરતું કરવા માટે આપે વાતાવરણ પુરૂ પાડ્યુ છે. ફતેપુરા તાલુકાની શૈક્ષણિક સંસ્થાઓને સબળ નેતૃત્વનો આદર્શ પૂરો પાડ્યો છે. ફૂલથી કોમળ અને વ્રજથીએ કઠોર આપનું હૈયુ માણસ પારખુ, અને શાળાનું હિત સદૈવ હૈયે ધરનાર શિક્ષકોના પ્રિય, વિદ્યાર્થીઓના વ્હાલા બની રહ્યા છો. સ્પષ્ટ વક્તા અને નિડરપણાના ગુણોના કારણે શાળાની રાણી લક્ષ્મીબાઇના હુલામણા નામથી ઓળખાઇ રહ્યા છો.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ., બી.ઍડ્. (સંસ્કૃત, ગુજરાતી)

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

01-04-1987

જન્મ તારીખ

:

25-07-1967