શ્રી જયંતિલાલ રેવજીભાઇ પટેલ

મદદનીશ શિક્ષક

શાળાના કર્મચારી વિશેની માહિતી

શાળાની શરૂઆતના બીજા વર્ષથી ફરજ શરૂ કરી ખૂબજ જહેમતથી શાળાની ઉત્તમ પ્રગતિને વેગ આપવામાં આપશ્રીનો ફાળો યશસ્વી રહ્યો છે. પોતાની આગવી વિશિષ્ટ કોઠા સૂઝ-બૂઝથી શાળા ઉંચા શિખરો સર કરતાં કરતાં આગળ વધી રહી છે. શાળામાં વિદ્યાર્થીઓનું ગણિત-વિજ્ઞાન અંગેના પાયાના ખ્યાલોને પૂર્ણ કરી સમજીને ઉત્કૃષ્તાથી કામગીરી કરી રહ્યા છે. શાળાની ઇત્તર પ્રવૃત્તિમાં નિષ્ઠાપૂર્વક કામ કરીને શાળાએ તાલુકા, જિલ્લા કે રાજ્ય પર્યાવરણને સુધારવા માટે "ઇકોક્લબ"ની સ્થાપના કરી શાળા ખાતે સુંદર બગીચો, નંદવદન અને આમળા વાડી ઉભી કરી છે. આ કુદરતી પ્રકૃત્તિ ઉભી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવેલ છે. વિજ્ઞાનલક્ષી પ્રવૃત્તિ, વિજ્ઞાન મેળા, હેલ્પ મેળો, તેમજ જુદા-જુદા વક્તોઓને બોલાવી મૂલ્ય શિક્ષણ જેવી પ્રવૃત્તિઓના આયોજક, સંયોજક અને સર્જક તરીકે રસપૂર્વક કામગીરી કરી રહ્યા છો. શાળા માટે સહભાગીદારીથી ડૉનર મેળવી બગીચા માટે વ્યવસ્થા ઉભી કરેલ છે. શાળા ઉત્તરોત્તર પ્રગતિ સાધે તેમાંજ આપનો સૂર રહ્યો છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એસ.સી., બી.ઍડ્. (વિજ્ઞાન, ગણિત)

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

24-08-1987

જન્મ તારીખ

:

15-06-1964