શ્રીમતી અંબાબેન વીરાભાઇ પટેલ

મદદનીશ શિક્ષક

શાળાના કર્મચારી વિશેની માહિતી

શાળાની શરૂઆતના ત્રીજા વર્ષથી આપે શાળામાં નોકરી મેળવી વિકાસની ગાથામાં સહભાગી બન્યા છો. સતત બાળકોની આરોગ્યલક્ષી ચિંતા કરનાર અને માર્ગદર્શક તરીકે નિષ્ઠાપૂર્વક સેવા બજાવેલ છે.

રમત-ગમત ક્ષેત્રે બાળકોમાં હિમંત દાખવી તાલુકા જિલ્લા કે રાજ્ય કક્ષા સુધી લઇ જઇને શાળાનું નામ ગુંજતુ કરેલ છે. જેનો યશ આપના ફાળે છે. ચિત્રકામ જેવી પરીક્ષાઓમાં પણ વધુને વધુ વિદ્યાર્થીનીઓને લાભ અપાવેલ છે. એક ગાયક તરીકે પણ સંગીત કાર્ય તૈયાર કરવામાં આપશ્રીની ભૂમિકા યશસ્વી રહી છે. જેનાથી બાળકોની પ્રતિભા શક્તિને પહચાનીને બહાર લાવી શક્યા છો. હૃદયથી કઠોર અને હિમંતબાજ છો જેનાથી બાળકોમાં હૃદય સ્પર્શી બની તેમની વિકાસ ગાથાને આગળ વધારવામાં અને શાળાની પ્રગતિ કાર્યમાં આપશ્રીની ભૂમિકા યશસ્વી કરી છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ., સી.પી.ઍડ્. (ગુજરાતી, શા.શિક્ષણ)

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

19-09-1988

જન્મ તારીખ

:

19-06-1955