શ્રી રેવાભાઇ પૂંજાભાઇ પટેલ

મદદનીશ શિક્ષક

શાળાના કર્મચારી વિશેની માહિતી

શાળામાં ફરજ શરૂ કર્યાથી સતત કર્તવ્ય નિષ્ઠ સેવા બજાવેલ છે. સમય-પાલનના ચૂસ્ત હિમાયતી તેમજ વિદ્યાર્થીનીઓના શિક્ષણકાર્યમાં સતત રચ્યા પચ્યા રહેતા કે જેઓને બાળકોના સર્વાંગી વિકાસની સતત ભૂખ રહે છે. એવી નિષ્ઠાવાન અને પ્રામાણિક સેવા બજાવે છે.

પ્રાર્થના સભા-ભજન-ગીતમાં જેમનો સુમધુર કંઠ બાળકોને તરબોળ કરી મૂકે છે. જેમના વડી સાંસ્કૃતિક પ્રવત્તિને વેગ મળે છે. કે જેણે તાલુકા-કે જિલ્લા કક્ષાએ નામના મેળવી છે. જેનો યશ આપના ફાળે જાય છે. શાળાની કુદરતી પ્રકૃતિના વિકાસમાં પણ આપની મદદ અને માર્ગદર્શન સાંપડયુ છે. વિજ્ઞાનનો જીવ હોવાથી બાળકોમાં વૈજ્ઞાનિક વલણો વિકસે તે માટે પ્રયોગશાળાને સતત જીવંત રાખી છે. તેમજ શાળા કક્ષાએ સંકુલ કક્ષાનો વિજ્ઞાન મેળો યોજી શાળાનું સંકુલ કક્ષાએ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે. વિજ્ઞાન ક્ષેત્રે શાળા ઉત્તરોત્તર પ્રગતિ સાધે તેમાંજ આપશ્રીની ભૂમિકા યાદરૂપ બની રહેશે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એસ.સી., બી.ઍડ્. (ગણિત, વિજ્ઞાન)

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

16-03-1992

જન્મ તારીખ

:

08-06-1967