શ્રીમતી સવિતાબેન અખમભાઇ ડામોર

મદદનીશ શિક્ષક

શાળાના કર્મચારી વિશેની માહિતી

શાળામાં જોડાયા પછી સતત બાળકોના હિતમાં શુભચિંતક રહ્યા છો. આદિવાસી વિસ્તારના બાળકોની ભાષા શુધ્ધિમાં સુધારાત્મક અને ઉપચારાત્મક પ્રયોગો હાથ ધરી નાવીન્યીકરણ લાવી શક્યા છો. પોતાની ફરજ પ્રત્યે સતત ચિંતનશીલ અને શાળાની સાસ્કૃતિક પ્રવૃતિના લીડર તરીકે આગવી ફરજ અદા કરીને મદદરૂપ અને માર્ગદર્શક બની બાળકોને જિલ્લા સુધી આગળ ધપાવવામાં આપનો ફાળો યશસ્વી રહ્યો છે. શાળામાં ગ્રંથાલયને જીવીત રાખી બાળકોની વાંચન શક્તિમાં સતત વધારો જોવા મળે છે. જેનો યશસ્વી ફાળો આપના શીરે છે. શાળાની ઉત્તરોત્તર વિકાસ ગાથામાં આપશ્રીની ભૂમિત અગ્રેસર રહી છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ., બી.ઍડ્. (ગુજરાતી, સંસ્કૃત)

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

02-07-1993

જન્મ તારીખ

:

01-06-1968