શ્રીમતી બિલ્કીશબાનું વી.મલેક

મદદનીશ શિક્ષિકા

હું મોદી સ્કૂલમાં 1989 થી ઉદ્યોગ શિક્ષિકા તરીકે નોંકરી કરું છું. શાળામાં ઉદ્યોગરૂમની વ્યવસ્થા છે. તેમાં 20 સીવવાના સંચા તથા એમ્બ્રોડરી મશીન પણ છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અમારા આચાર્યશ્રી નો સારો એવો સાથ સહકાર મળી રહે છે. જીવનમાં સિલાઈ-ભરતનું શું મહત્વ છે. તે વિશે પણ વિદ્યાર્થીઓને સમજ આપે છે. સિલાઈ માટેની દરેક જરૂરિયાત પૂરી પાડે છે.

શાળાના ટ્રસ્ટીશ્રી પણ શાળામાં રસ લે છે. અને અવારનવાર મુલાકાત લે છે. ડો. હેમાબેન જાતે જ વિદ્યાર્થીઓની તપાસ કરી તેમને જે તકલીફ હોય તે માટે માર્ગદર્શન આપે છે. ગરીબ અને પછાત વિદ્યાર્થીઓને દરેક સહાય આપવામાં આવે છે.

આચાર્યશ્રી દર શનિવારે વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી એવા ઘણા સારા પ્રંસોગો વિશે પ્રવચન કરે છે. વિદ્યાર્થીઓને પણ સારા પ્રસંગોનું વાંચન કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

મોદી સ્કૂલમાં સ્કૂલમાં અભ્યાસ કરી ઘણા વિદ્યાર્થીઓ હાલ અમેરીકા, લંડનમાં છે. જે આજે પણ સંર્પક રાખે છે. અહીયાના વિદ્યાર્થીઓ. M.B.A. C.A.ત્યા સારી એવી ડીગ્રીઓ લઈ નોકરી કરે છે. બહાર ગયેલા વિદ્યાર્થીઓ આજે પણ અમને શાળામાં મળવા આવે છે. ત્યારે અમને ઘણું ગમે છે. તેમના પાસેથી ઘણું માર્ગદર્શન અમને મળી રહે છે.