શ્રી કિશોરસિંહ ડી.રાઠોડ

મદદનીશ શિક્ષક

આ શાળાનો સૌથી પહેલો અનુભવ એ છે કે આ શાળામાં શિક્ષકોની ભરતી ડોનેશન લઈને નહિ પરંતું ઉમેદવારની લાયકાતના આધારે નિમણૂંક કરવામાં આવે છે. જે કદાચ ગુજરાતની બહુ જ ઓછી શાળામાં જોવા મળે છે. જેમાંથી મારી શાળા એક છે.

અમારી શાળામાં તમામ શિક્ષક મિત્રો અને આચાર્ય કુંટુબની ભાવનાથી કદમ મિલાવી કાર્ય કરે છે. તેમજ દરેક કાર્યમાં શિક્ષકોની સહભાગીદારી અમારી શાળાનું વિશિષ્ટ લક્ષણ છે.

આ શાળાના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષા સુધી બાસ્કેટ બોલ અને જિમ્નાસ્ટીક જેવી રમતોમાં નામ રોશન કર્યું જેના પરિણામે શાળાને સાડાચાર લાખના સાધનો જિમ્નાશીયમ સાથે ખેલાડીઓના વિકાસ માટે આપવામાં આવ્યા.

અમારી શાળા તાલુકાની SVM અને જિલ્લામાં શ્રેષ્ઠ શાળામાં પસંદગી પામેલ છે. છેલ્લા પંદર વર્ષના મારા અનુભવમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેનો એવો સંબધ બંધાયો છે જાણે એક જ કુંટુંબના સભ્યો હોય.

વિશેષ શાળાના ટ્રસ્ટીશ્રી સમયે સમયે શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના શિક્ષકો તેમજ આચાર્યનો પ્રશ્નો સરળતાથી ઉકેલીને સદાય તેમની પડખે ઉભા રહ્યા છે. જેથી જ મને મારી શાળા વિશેષ ગમે છે.

આ શાળાના બાળકો અમારે મન મંદિરોના પુષ્પોથી કમ નથી.