શ્રીમતી નિલમબેન એમ. રાઠોડ

મદદનીશ શિક્ષક

મારા શૈક્ષણિક વ્યવસાયના અત્યાર સુધીના અનુભવોમાં મે. મારા વિદ્યાર્થીઓને સંપૂર્ણ નિષ્ઠાથી જ્ઞાન પુરૂં પાડ્યું છે. તેઓમાં સારા સંસ્કારોનું સિંચન થાય તેવા પૂરા પ્રયત્નો કર્યા છે. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. સમયે-સમયે વિ. ઓને વિવિધ પ્રમાણ પત્ર પરીક્ષાઓ, મા. શિષ્યવૃતિ પરીક્ષા, પ્રખરતા શોધ પરીક્ષા, NTS પરીક્ષા, કવીન્ડ વગેરે તથા વિજ્ઞાનમેળામાં ભાગ લેવા માટે પ્રેરણા આપી તેમનો ઉત્સાહ વધાર્યો છે. અને તેઓને આમાં રસપૂર્વક ભાગ લેવડાવ્યો છે, જેમાં અમારી શાળા એ રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રકક્ષાએ પણ ભાગ લીધેલ છે. આ બધી પ્રવૃતિઓમાં સંસ્થાના આચાર્યશ્રીએ પણ મને ઘણું સારૂ માર્ગદર્શન પૂરૂં પાડેલ છે. અને આગળ પણ મારો પૂરોપૂરો સહકાર આપી વિદ્યાર્થીઓનો વિકાસ કરવા માટે પ્રયત્નશીલ રહીશ.

અત્યારસુધીના આ સંસ્થાના અનુભવોમાં આ સંસ્થાના ટ્રસ્ટીશ્રીનો સ્વભાવ ખૂબ સારો છે તેમને આ સંસ્થાને ઘણી બધી અદ્યતન સુવિધાઓ પૂરી પાડી છે.

સંસ્થાનામાં વિવિધ દાતાઓ તરફથી પણ ઘણું બધું દાન મળેલ છે.

શાળામાં બાળકોના અભ્યાસ માટે મદદરૂપ થવા માટે એક મોટું ટી. વી. પણ દાન માં મળેલ છે.

સંસ્થાના વડા (આચાર્યશ્રી) નો સ્વભાવ પણ ખૂબ સહકારપૂર્ણ છે. તેમણે શાળાને આખા તાલુકામાં સર્વ શ્રેષ્ઠ શાળા (નોડેલ શાળા) નું બહુમાન અપાવ્યું છે.

ભૂતકાળમાં એક વિદ્યાર્થીની કે જેના પિતા દરજી કામ કરે છે. તેને શાળા તરફથી ખૂગ માર્ગદર્શન પૂરૂં પાડી અને સાથે સાથે મે પણ તેને સારૂં માર્ગદર્શન આપી અભ્યાસમાં મારૂં યોગદાન આપી અને પ્રોત્સાહીત કરેલ છે. જે આજે ગોધરામાં સાયન્સ પ્રવાહ સાથે ધો - 12 પાસ કરી અને સારી કોલેજમાં અભ્યાસ કરે છે. જેના પિતા અને તે વિદ્યાર્થીની આજે પણ મને ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે. આ પ્રંસગ મને ખૂબ હૃદયસ્પર્શી બની રહ્યો છે.

કેટલાક વિ.ઓ મેડીકલ, એન્જી. માં પણ અભ્યાસાર્થે આ શાળામાંથી ભણીને ગયા છે.