શ્રી સી. કે. પરમાર

આ. શિક્ષક

આ શાળામાં જોડાયા પછીનો શૈ.અને વ્યવસાયિક અનુભવ વિશે. મારાં મંતવ્યો.

આ શાળાની સ્થાપના 1963માં થઈ. ત્યાર પછી આ શાળા ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કર્યા છે. હું શાળામાં 1989 માં જોડાયો છું ત્યારથી આ શાળાએ શૈક્ષણિક અને રમત-ગમત ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરેલ છે. શાળાનું પરિણામ દર વર્ષે ઉત્તરોતર વધતું ગયું છે. આ શાળાની ભૌતિક સુવિધા પણ વધતિ ગઈ છે. આ શાળાના ટ્રસ્ટીશ્રી શાંતિકુમારે શાળાના વિકાસમાં ખૂબજ રસ લઈને ઉત્તમ કાર્ય કર્યુ છે. શાળાના સ્ટાફ સાથે મળીને સહકારની ભાવના રાખી શાળાનો સર્વાગી વિકાસ થાય તે માટે અવાર - નવાર સુચનો પણ આવતા રહ્યા છે. શાળાનો સર્વાગી વિકાસ થાય તે માટે શાળાની તમામ સુવિધા કરવા સદા તેઓ તત્પર રહેતા હતા. આ શાળાના ભૂતપુર્વ વિદ્યાર્થીઓ નોકરી, ધંધા અર્થે વિદેશમાં ગયા છે. અને શાળા પ્રત્યેનું ઋણ ચુકવવા વારંવાર શાળાને જોઈતી મદદ પણ કરવા તૈયાર હતા. શાળાનો વિકાસ થાય તેમાટે હું પણ અવાર - નવાર શાળાના કોઈ પણ કાર્યમા સહભાગી રહ્યો છું. શાળામાં યોજાતા વિજ્ઞાન - ગણિત પ્રદર્શન તેમજ યુવા પ્રતિભા શોધ જેવા કાર્યક્રમોના કન્વીનર તરીકે મેં સફળતા પૂર્વક પાર પાડી છે. શાળાનો સર્વાગી વિકાસ થાય તે માટે હું સતત પ્રયત્ન શીલ રહીશ. એવી અભ્યર્થના સહ.

લી. સી. કે. પરમાર