શ્રી ચિરાગકુમાર જે. પટેલ

મદદનીશ શિક્ષક

સૌ પ્રથમતો શાળાના ટ્રસ્ટી શ્રી શાંન્તિકુમાર મોદી પોતે ગણિત, તથા અંગ્રેજી વિષયનું ખુબ સારૂ જ્ઞાન ધરાવે છે. તેજ રીતે તેઓ પોતે શાળાની પ્રગતિમાં અંગત રસ લઈ વારંવાર શાળાની મુલાકાત લઈ પોતાનું માર્ગદર્શન પુરૂ પાડે છે તે ખરેખર ખૂબ સારી બાબત છે.

આચાર્યશ્રી પોતે પણ વિજ્ઞાનમેળા માટે તેમજ  લેબોરેટરીની સુવીધા વધારવા પોતાનાથી બનતો પુરતો સહકાર આપે છે.

લાયબ્રેરી ખુબ સારા પુસ્તકોવડે સમૃધ્ધ છે. પરંતુ પુસ્તકો શોધવા સમય માંગી લે છે. સામયીકો યોગ્ય સમયે મળી શકતા નથી જે દુઃખદ અનુભવ છે.

 વિદ્યાર્થીઓ પોતે ગરીબ અને પછાત વિસ્તારના હોઈ વિજ્ઞાન ન સ્વીકારે તેવા વહેમ અને અંધશ્રધ્ધા ધરાવે છે. જેમને વિજ્ઞાનના રહસ્યો સમજાવી તેમની ખોટીમાન્યતાઓ  દુર કરવાનો પ્રયત્ન કરુ છું.

વિદ્યાર્થીઓ સાચુ જ્ઞાન સ્વીકારે છે. તે સાચી માહીતી મેળવી ખુબખુશ થાય છે. તથા વિજ્ઞાનના પ્રોજેકટ કાર્યોમાં ખુબજ ઉત્સાહપૂર્વક ભાગલઈ કાર્યો કરે છે.

વિજ્ઞાન મેળા, કવીઝકોમ્પીટીશન વગેરેમાં શાળાનો દેખાવ ખૂબજ સારો રહ્યો છે. તથા રાજયકક્ષા સુધી વિજ્ઞાન મેળા માટે ભાગીદાર થઈ શાળાનું ગૌરવ વિદ્યાર્થીઓએ વધાયું છે.

એકંદરે અનુભવ સુખદ તથા પ્રગતિકાર રહ્યો છે.