શ્રી શિરસાઠ યોગેશ પાંડુરંગ

આચાર્ય

આચાર્ય વિશેની માહિતી –

શ્રી વાય.પી. શિરસાઠ આ શાળામાં આચાર્ય તરીકે તારીખ 27/12/2005 નાં રોજ જોડાયા બાદ તેઓએ ખૂબજ નિષ્ઠાપૂર્વક, વફાદારી પૂર્વક સંસ્થાનાં હિત માટે તથા બાળકોના હિતને ધ્યાનમાં રાખીને શાળાને વિકાસનાં માગઁ લઇ જઇ રહ્યા છે. તેઓ શ્રી એ સી.સી.આર.ટી. (સેન્ટર ફોર કલ્ચરણ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, ન્યુ દિલ્હી) ની તાલીમ લીધેલ છે. તેઓ પોતે ગુજરાતની લોકકલા, સંસ્કૃતિ, લોકનૃત્યોનાં જાણકાર છે. ખાસ કરીને છેલ્લા 5 વર્ષથી દર વર્ષે પ્રાચીન અને અર્વાચીન ગરબાનું વડોદરા જિલ્લાનું પ્રતિનિધિત્વ રાજ્યકક્ષાએ તેમનાં નૃત્ય નિર્દેશન હેઠળ થાય છે. તેઓ પોતે ભારતનાં વિવિધ રાજ્યોનાં લોકનૃત્યોની સારી એવી સમજ ધરાવે છે. આ ઉપરાંત સામાજિક કાર્ય પણ તેઓ શ્રી દ્વારા તેઓનાં માર્ગદર્શન હેઠળ થઇ રહ્યા છે. હાલમાંજ તેઓ શ્રીએ સામાજમાં લોકોની જાગૃતી માટે તથા લાકોમાં આત્મસંરક્ષણ કઇ રીતે કરી શકાય તે માટેનાં પ્રયત્નોનાં ભાગરૂપે તેઓ શ્રીએ માનદ્ સેવા આપીને “E-plusફાઉન્ડેશન” –Govern by Mrs.યશસ્વીની ટેમ્બે દ્વારા પ્રોડ્યુસ કરેલી એક દસ્તાવેજી ફિલ્મમાં પોતાની અભિનયની ક્ષમતા પણ દાખવી.

 શાળાનાં પરિણમમાં છેલ્લા ત્રણ વર્ષથી ધો.10 અને 12મી શાળામાં તમામ કર્મચારીઓ સાથે સ્નેહ, પ્રેમ, કરૂણા, ભાવ અને ક્યારેક કડક વલણ અપનાવી ને તેઓ શાળાં ને પ્રગતીનાં પંથે લઇ જઇ રહ્યા છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એસ.સી. બી.એડ્.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

12/27/2005

જન્મ તારીખ

:

1/4/1970