શ્રી જતીનકુમાર રાજેન્દ્રપ્રસાદ ઉપાધ્યાય

મ.શિક્ષક

શાળાનાં કર્મચારી વિશેની માહિતી -

શાળામાં 09/07/2002 થી શિક્ષણ સહાયક તરીકે હું જોડાયો અને ત્યારથી એક શિક્ષક તરીકેની મારી સફર શરૂ થઇ. એક શાદર્શ શિક્ષક પિતાના સંતાન હોવાને કારણે મારામાં શરૂઆતથી એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં તથા શૈક્ષણિક જગતમાં આદર્શ રહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એક આદર્શ શિક્ષક બનવાની સફરમાં સૌપ્રથમ પોતાનાં વિષયની વિષય સજ્જતા એટલે કે અંગ્રેજીનું જ્ઞાન વધારીને પોતાનાં વિદ્યાર્થીઓને અંગ્રેજીનું જ્ઞાન પીરસવાનો સતત પ્રયત્ન કરૂ છું. શાળાના વિદ્યાર્થીઓને શિસ્ત, સમયસુચકતા, કારકિર્દી અંગે સતત પ્રોત્સાહન આપુ છું. આ ઉપરાંત શાળાના ઉ.મા. વિભાગના તરૂણોમાં સમાજસેવા, દેશપ્રેમ જેવી ભાવના પ્રબળ થાય તેવા આશયથી એન.એસ.એસ. (રાષ્ટ્રીય સેવા યોજના) ના પ્રોગ્રામ ઓફિસર તરીકેનું ઉમદાકાર્ય વર્ષ 2002 થી કરુ છું. શાળાની, સહઅભ્યાસ પ્રવૃતિ જેવીકે સાંસ્કૃતિક પ્રવૃતિમાં પ્રતિવર્ષ યુવક મહોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓને ભાગ લેવા પ્રોત્સાહિત કરવા તથા ખાસ કરીને નાટ્યક્ષેત્રે હું પોતે નાટકનું લેખન તથા દિગ્દર્શન કરુ છું. વર્ષ 2003માં રાજ્યકક્ષાની બાળનાટક સ્પર્ધામાં મારા લિખિલ અને દિગ્દર્શીત નાટક “હમ સબ એક હૈં”એ વડોદરા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. આ ઉપરાંત શાળાના વાર્ષિક દિને મારા લિખિત અને દિગ્દર્શીત “જાગો ઇન્ડિયા જાગો”દેશભાવનાથી પ્રબળ નાટકે ખુબ જ પ્રશંસા મેળવી હતી. એક શિક્ષક તરીકે હું મારા પિતાની જેમ સતત આદર્શ બનવા પ્રયત્નશીલ રહીશ.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ. બી.એડ્.

શાળામાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ

:

7/9/2002

જન્મ તારીખ

:

6/14/1978