શ્રી ભૂપેન્દ્રભાઈ રમણલાલ શાહ

આચાર્ય

ઈ મેઈલ એડ્રેસ – bhupendrashah@yahoo.com

શ્રી ભૂપેન્દ્રભાઈ રમણલાલ શાહ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. સંખેડા તેમનું વતન અને જન્મ સ્થળ છે. તેમના પિતાશ્રી રમણલાલ મોતીલાલ શાહ નોકરી અર્થે સુરત નજીક નવસારી જિલ્લાના ગુરૂકુલ-સૂપામાં  ઘણાં વર્ષો સુધી કાર્યાલયમાં કેશિયર તરીકે સેવાઓ આપી તેથી ભૂપેન્દ્રભાઈએ પ્રાથમિક શિક્ષણ ગુરૂકુળ-સૂપા આશ્રમમાં લીધું. આશ્રમમાં રોજ સવાર-સાંજ વૈદિક સંધ્યા-હવન થતાં તેથી તેમના જીવનમાં આશ્રમ જીવનની છાપ ખૂબ ઊંડી ઉતરી છે.

ભૂપેન્દ્રભાઈએ માધ્યમિક શિક્ષણ બોર્ડની એસ.એસ.સી.ની પરીક્ષા માર્ચ -1969માં વતનનાં સંખેડા કેન્દ્રમાંથી દ્રિતીય વર્ગ સાથે ઉતિણ કરી. ઉચ્ચ અભ્યાસ માટે બી.કોમ.ની ડીગ્રી ડભોઈની કોમસ કોલેજમાંથી 1974માં દ્રિતીય વર્ગ સાથે મેળવી. ત્યારબાદ ગુરૂકુલ-સૂપા આશ્રમમાં અધિષ્ઠાતા તરીકે અને પ્રાથમિક શિક્ષક તરીકે સેવા બજાવી. વર્ષ 1978-79 માં ડભોઈમાં બી.એડ. કરવા આવ્યા. બી.એડ. પછી સુરત જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામમાં બી.ટી. એન્ડ કે.એલ.ઝવેરી હાઈસ્કૂલ માં. ઉચ્ચ માધ્યમિક વિભાગમાં એકાઉન્ટન્સીના શિક્ષક તરીકે સેવા આપવા જોડાયા. એપ્રિલ-1980માં તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. તેમના પત્ની નામે સુશીલાબેન ગોકુલદાસ પરીખ પ્રાથમિક વિભાગમાં હાલોલની એમ.એસ.હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે હતા. તેથી ભૂપેન્દ્રભાઈ બુહારીની સેવા સમાપ્ત કરીને હાલોલમાં ઉ.મા. શિક્ષક તરીકે એમ.એસ. હાઈસ્કૂલમાં જોડાયા. માંડ બે મહિના થયા નથી ને સંખેડા સાર્વજનિક એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી ડૉ.જેઠાલાલ કેશવલાલ પરીખ તથા મંત્રીશ્રી ઓ.એમ.પરીખે આ શાળામાં સેવા આપવા ખાસ વિશિષ્ટ આમંત્રણ આપ્યું.તેઓના આગ્રહથી વતનમાં સેવા કરવાની એક ઈચ્છા જાગૃત થઈ. વતનનું ઋણ અદા કરવા ભૂપેન્દ્રભાઈ તથા તેમના પત્ની સુશીલાબેન તા. 1-10-1980 થી આ શાળામાં અનુક્રમે ઉ.માધ્ય. અને પ્રાથમિક વિભાગમાં શિક્ષક તરીકેની સેવા આપવા જોડાયા. વર્ષો સુધી ખૂબ જ નિષ્ઠાપૂર્વક સેવા આપનાર ભૂપેન્દ્રભાઈને મેનેજમેન્ટ તા. 28/8/1997 થી આજ શાળામાં આચાર્યશ્રીની જગ્યા માટે નિમણુંક આપી. જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક/આચાર્ય તરીકે રાજ્ય પારિતોષિક-2000 માટે જીલ્લાશિક્ષણાધિકારીની કચેરી-વડોદરાએ ભૂપેન્દ્રભાઈનું નામ નોમિનેટ કયું હતું. અને તેનાં સંદર્ભમાં ભૂપેન્દ્રભાઈએ પોતાના કાર્યોની નોધ સાથે દરખાસ્ત કરી હતી. શિક્ષણ માટેના યોગદાનની કેટલીક વિગતો રજૂ કરી છે.

(એ) વિશિષ્ટ કાર્યોની ટૂંકી નોધ

  1. અવનવી પધ્ધતિએ શિક્ષણ કાર્ય કરાવતાં જેમ કે ચર્ચા સભા, ગૃપ ડીસ્કશન, સમસ્યા પધ્ધતિ, પ્રદર્શન પધ્ધતિ, પ્રશ્ર બેંક, જૂથ હરીફાઈ, નાવિન્ય સર્જનધ્વારા શિક્ષણ કાર્ય શિક્ષણ કાર્ય કરાવવું આ તેમની વિશિષ્ટતા હતી.
  2. સ્વાધ્યલક્ષી સ્વઅધ્યન કાર્ય – દરેક પ્રકરણના અસંખ્ય ટુંકા પ્રશ્રો કાઢવા-તેનાએસાઈન્ટમેન્ટ તૈયાર કરવા વિદ્યાર્થીઓ પાસે સ્વઅધ્યયન દ્વારા ઉકેલ લાવવો.બસ...વાંચતા જાઓ અને ક્રમશ પ્રશ્રોના ઉકેલ મેળવતા જાવ આવો અભિગમ અપનાવતા હતા.
  3. બુક રીવ્યુ અને પ્રોજેક્ટ કાર્યનું આયોજન વિશિષ્ટ પધ્ધતિએ કરાવતા.
  4. 1988માં રાષ્ટ્રીય શિક્ષણનીતિ ના તજજ્ઞ તરીકે તાલીમ લઈ અનેક પ્રાથમિક શિક્ષકોને તાલીમ આપી.
  5. તા.19-12-1990નાં રોજ શાળાના વિદ્યાર્થીઓ પર પુસ્તકો સાથે પરીક્ષાનો નૂતન પ્રયોગ કર્યો - તેના તારણો ખૂબજ રસપ્રદ હતા.

(બી) સામયિકોમાં છપાયેલ લેખ અંગે –

  1. શિક્ષણમાં પરિવર્તનનાં ઘટકો – માધ્યમિક શિક્ષણ પરીક્ષણના ઓક્ટોબર-01ના અંકમાં
  2. શિક્ષક દિન – માધ્યમિક શિક્ષણ પરીક્ષણના સપ્ટે.-07નાં અંકમાં
  3. વ્યસનમુક્તિ સપ્તાહ –કુલધર્મ-ડિસે-07ના અંકમાં
  4. એક નૂતન પ્રયોગ પુસ્તકો સહિતની પરીક્ષા – શ્રી સારસ્વતના મે –જૂન-08નાં અંકમાં
  5. ધોરણ-8 હવે ઉચ્ચ પ્રાથમિકમાં – શ્રી સારસ્વતના એપ્રિલ –મે ના અંકમાં

(સી) તજજ્ઞ તરીકેની લીધેલ તાલીમ – શિક્ષણની ગુણવતા સુધારણા કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લાના આચાર્યોની ગુણવતા સુધારવા માટે આર.પી. અને કે.આર.પી. ની તાલીમ અનુક્રમે જૂનાગઢ, પાલીતાણા અને કોબા મુકાને વર્ષ -2002-03 માં લીધી હતી.

(ડી) સંસ્થાના વિકાસમાં દાતાઓ પાસેથી મેળવેલ દાન અંગે - શાળામાં આચાર્ય બન્યા પછી તેમના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોથી શાળાની બિલ્ડીંગો માટે સારું એવું દાન શાળાને પ્રાપ્ત થયું છે. તા. 29-12-1998 નારોજ માધ્યમિક શિક્ષણ બોર્ડની રજત જયંતિ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ તે પ્રસંગે શાળાના ભૂતપૂવ વિદ્યાર્થીઓ તથા અન્ય મહાનુભવો પધારેલ તે પ્રસંગે શાળાને અંદાજીત રૂ. 5,27,000/-દાન પ્રાપ્ત થયું હતું. તા. 26-2-2007 નાં રોજ આ શાળાના  ભૂતપૂર્વ આચાર્ય સ્વ સી.એમ. શાહના અમેરિકાનિવાસી સુપુત્ર શ્રી હર્ષદભાઈ તથા શ્રીમતી ગીતાબેનના પ્રેમાળ પુત્ર સ્વ.સમીર શાહની પૂણ્યસ્મૃતિમાં રૂ. 2,07,181/- નું દાન મિનરલ વોટર પ્લાન્ટમાટે મળ્યું હતું. સંખેડાના નામાંકિત ડૉ.સ્વ. નટવરલાલ છગનલાલ શાહનાસુપુત્ર બકુલભાઈ નટવરલાલ શાહ તરફથી રુ.2,25,000/- નું દાન કમ્પ્યુટર માટેપ્રાપ્ત થયું હતું.તા. 26-2-2008 ના રોજ  સ્વ.સમીર શાહની પૂણ્યતિથિ નિમિતેરૂ. 1,00,000/-નુંદાન એલ.સી.ડી પ્રોજેક્ટર માટે મળેલ છે. આ સિવાય ગરીબ વિદ્યાર્થી ફંડમાં અંદાજીત રૂ. 60,000/- જેટલું ફંડ એકત્ર કર્યુ.

(ઈ) સ્વરચિત કાવ્યો અંગે – ભૂપેન્દ્રભાઈ કોમર્સનાં ગ્રેજ્યુએટ છે. છતાં તેમને સાહિત્યમાં વિશેષ રૂચિછે. જુદા જુદા પ્રસંગોએ કેટલાંક કાવ્યોની રચના કરી તેની ટૂંકી માહિતી રજૂકરી છે. (અલગ પત્રક સામેલ)

નોધ – નિરોગી બાળ વર્ષે નિમિતે બનાવેલ થોડાક કાવ્યો તથા સ્વર્ણિમ ગુજરાત જયંતિ પ્રસંગે બનાવેલ થોડા કાવ્યો ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને મોકલ્યા હતા. તેમને તે કાવ્યો ગમી ગયા. મુખ્યમંત્રીએ બી.આર.શાહને તેમનો પ્રત્યુતરપાઠવ્યો છે તેની નકલ આ સાથે સામેલ છે.

સ્નેહી શ્રી બી.આર.શાહ,

શૈક્ષણિક લાયકાત

:

બી.કોમ.બી.એડ.

દાખલ તારીખ

:

10/01/1952

જન્મ તારીખ

:

12/29/1952