શ્રી નાથુભાઈ વાલસીંગભાઈ ડામોર

મદદનીશ શિક્ષક

શ્રી નાથુભાઈ વાલસીંગભાઈ ડામોર આ શાળામાં માધ્યમિક વિભાગમાં હિન્દી અને સામાજીક વિજ્ઞાનના તજજ્ઞ છે, અને તે વિષયો ભણાવે છે. શાળાની સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં રસપૂર્વક સંચાલન કરે છે,તેમજ યુવક મહોત્સવના કન્વીનર છે. શાળાના બુલેટીન બોર્ડમાં સાહિત્ય વિષયક સમાચારો લખે છે. નિબંધ સ્પર્ધા-રમત ગમત સ્પર્ધાનું સંચાલન સારી રીતે કરી છે. હિન્દી-સંસ્કૃત બાહ્ય પરીક્ષાનું સંચાલન કરે છે. પરીક્ષા સમિતિ અને શિસ્ત સમિતિના સભ્ય છે. ગરબા મહોત્સવ સપ્તાહ તેમજ સ્વચ્છતા સપ્તાહની ઉજવણીની કામગીરી તેમને સોપેલ છે. યુવક મહોત્સવમાં આદિવાસી  નૃત્ય, સર્જનાત્મક કામગીરી, લોકવાધ જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ જિલ્લા કક્ષાએ શાળાનું નામ રોશન કરેલ છે. તેઓ ખૂબજ મહેનતું છે. નિષ્ઠાપૂર્વક પોતાની સેવાઓ બજાવે છે. તેઓ વિદ્યાર્થીઓમાં ખૂબજ પ્રિય છે. શાળાની તમામ પ્રકારની ઈતર પ્રવૃતિઓમાં હંમેશા ભાગ લે છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ.બી.એડ.

દાખલ તારીખ

:

02/04/1992

જન્મ તારીખ

:

06/01/1966