શ્રી સબુરભાઈ મનસુખભાઈ ડામોર

મદદનીશ શિક્ષક

શ્રી સુબરભાઈ મનસુખભાઈ ડામોર આ શાળામાં માધ્યમિક વિભાગમાં ગુજરાતી તેમજ સામાજીક વિજ્ઞાનના શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. શાળામાં વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વાંચન સ્પર્ધા તેમજ ગરબા સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ખંતપૂર્વક કામગીરી કરે છે. શાળાની સાંસ્કૃતિક સમિતિ. પ્રાર્થના સમિતિ, સાહિત્ય બુલેટિન સમિતિ, સ્ટેજ સમિતિ, શિસ્ત સમિતિના સભ્ય તરીકે સંતોષકારક કામગીરી કરે છે. યુવક મહોત્સવમાં દુહા-છંદ – ચોપાઈ, લોકવાર્તાની સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ શાળાનું નામ રોશન કરેલ છે. તેઓ ખૂબજ મહેનતું છે. નિષ્ઠાપૂર્વક પોતાની સેવાઓ બજાવે છે. તેઓ વિદ્યાર્થીઓમાં  ખૂબજ પ્રિય છે. શાળાની તમામ પ્રકારની ઈતર પ્રવૃતિઓમાં હમેશા ભાગ લે છે. 21/1/1993 થી 21/4/1999 શ્રી નિલકંઠ વિદ્યાલય, પાંઘરામાં શિક્ષક તરીકે માધ્યમિક વિભાગમાં  સેવા બજાવી હતી.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ., બી.એડ.

દાખલ તારીખ

:

4/22/1999

જન્મ તારીખ

:

06/02/1968