શ્રી મુકેશભાઈ જશભાઈ પરમાર

મદદનીશ શિક્ષક

શ્રી મુકેશભાઈ જશભાઈ પરમાર આ શાળામાં માધ્યમિક વિભાગમાં વ્યાયામ શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. રમત ગમત ક્ષેત્રે દર વર્ષે વિદ્યાર્થીઓને જિલ્લા તેમજ રાજ્ય કક્ષા સુધી પહોચાડવામાં તેમનું મહત્વનું યોગદાન હોય છે તેઓશ્રી વિધાર્થીઓને યોગનું માર્ગદર્શન આપે છે. શાળામાં જાગૃત ગ્રાહક કલબ ચલાવે છે.તેમજ કેરિયર કોર્નરના વર્ગો ચલાવે છે.  શિસ્ત સમિતિના કન્વીનર તરીકે તેમજ પ્રવાસ પર્યટન સમિતિના સભ્ય તરીકે વફાદારી પૂર્વક તેમની ફરજ બજાવે છે. નિર્મળ ગુજરાત સપ્તાહ, વ્યસન મુક્તિ સપ્તાહ, સ્વચ્છતા સપ્તાહ, કારકીર્દિ સપ્તાહની ઉજવણીમાં હંમેશા કાર્યરત રહે છે. તેઓ ખૂબજ મહેનતું છે. તેઓ વિદ્યાર્થીઓમાં ખૂબજ પ્રિય છે. શાળાની તમામ પ્રકારની ઈતર પ્રવૃતિઓમાં હંમેશા ભાગ લે છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એ., બી.પી.એડ.

દાખલ તારીખ

:

7/20/2000

જન્મ તારીખ

:

5/23/1975