શ્રીમતિ ગીતાબેન રતનસિંહ પરમાર

મદદનીશ શિક્ષક

શ્રીમતિ ગીતાબેન રતનસિંહ પરમાર આ શાળામાં માધ્યમિક વિભાગમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષિકા તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. તેઓશ્રી બુલેટીન બોર્ડ પર ગણિત-વિજ્ઞાનના સમાચારો લખે છે. તેમણે તારૂણ્ય શિક્ષણની તાલીમ લીધેલ છે. શાળાની ગણિત-વિજ્ઞાન મંડળ ચલાવે છે. શાળામાં વાંચન સ્પર્ધા તેમજ યુવક મહોત્સવમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડે છે. શાળામાં ઉર્જારક્ષક દળ કામગીરીમાં સહયોગ આપે છે. આરોગ્ય સપ્તાહ તથા ગરબા સપ્તાહની ઉજવણી ની કામગીરી તેમને સોપેલ છે. તેઓ વિદ્યાર્થીઓને નૂતન પ્રયોગો દ્વારા રસપ્રદ શિક્ષણ આપે છે.  તેઓ ખૂબજ મહેનતું છે. તેઓ વિદ્યાર્થીઓમાં ખૂબજ પ્રિય છે. શાળાની તમામ પ્રકારની ઈતર પ્રવૃતિઓમાં હંમેશા ભાગ લે છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એસ.સી., બી.એડ.

દાખલ તારીખ

:

06/10/2002

જન્મ તારીખ

:

06/11/1973