શ્રી રસિકભાઈ નાથાભાઈ પટેલ

ઉ.મા. સુપરવાઈઝર

શ્રી રસિકભાઈ નાથાભાઈ પટેલ આ શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સુપરવાઈઝર તરીકે 2 વર્ષથી ફરજ બજાવે છે. તેઓશ્રી સંસ્કૃત-હિન્દીના વિષયના શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. શાળાના સંસ્કૃત - હિન્દી વિષયમાં વિદ્યાર્થીઓનું આગવું આકર્ષણ ધરાવે છે. તેઓ શિસ્ત સમિતિ તથા પરીક્ષા સમિતિના કન્વીનર છે.  અભ્યાસની ઝિણવટભરી પ્રવૃતિઓમાં ખુબજ રસ છે. પોતે સંસ્કૃત-હિન્દી વિષયના શિક્ષક હોવા છતાં વિજ્ઞાનમાં ખૂબજ રસ ધરાવે છે. સંસ્કૃત બાહ્ય પરીક્ષા તેમજ વ્યસન મુક્તિ સ્પર્ધાની ઉજવણીની કામગીરી તેઓશ્રીને સોંપેલ છે. શાળાની પ્રગતિમાં તેમને  ખૂબજ રસ છે. તેઓ ખૂબજ મહેનતું છે. શાળાની તમામ પ્રકારની ઈતર પ્રવૃતિઓમાં હંમેશા ભાગ લે છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ.બી.એડ.

દાખલ તારીખ

:

6/20/1989 (ડી.બી. પારેખમાં)

જન્મ તારીખ

:

06/01/1963