શ્રી બાલમુકુન્દ ઓચ્છવલાલ જાની

મદદનીશ શિક્ષક

શ્રી બાલમુકુન્દ ઓચ્છવલાલ જાની આ શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. શાળાના ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓનું આગવું આકર્ષણ ધરાવે છે. તેઓ શિસ્ત સમિતિ તથા પરીક્ષા સમિતિના સભ્ય છે. અભ્યાસની ઝીણવટભરી પ્રવૃતિઓમાં ખુબ જ રસ છે. શાળાની પ્રાર્થના સમિતિ, યુવક મહોત્સવ સમિતિ, સાંસ્કૃતિક સમિતિઓના કન્વીનર તરીકે સેવા આપે છે. શાળાના વિવિધ કાર્યક્રમોના સંચાલનમાં તેમજ શાળાની પ્રગતિ તેમજ વિકાસમાં તેમનું નોધપાત્ર યોગદાન છે. તેઓશ્રી આચાર્યશ્રી દ્વારા સોંપવામાં આવેલું કોઈપણ કાર્ય નિષ્ઠાપૂર્વક કરે છે.  એસ.વી.એસ.-કયુ.ડી.સી. કક્ષાના પરીપત્રો તેમજ માહિતીનું આદાનપ્રદાન કરે છે. 15/6/1990 થી 9/2/2000 સુધી શ્રી આર.એલ.ભગત જ્ઞાન પ્રકાશ વિદ્યાલય, સૂર્યાઘોડા તા.સંખેડામાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. શાળાની પ્રગતીમાં તેમને ખૂબજ રસ છે. તેઓ ખૂબજ મહેનતું છે. શાળાની તમામ પ્રકારની ઈતર પ્રવૃતિઓમાં હંમેશા ભાગ લે છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ., બી.એડ.

દાખલ તારીખ

:

02/10/2000 (ડી.બી. પારેખમાં)

જન્મ તારીખ

:

10/17/1962