શ્રી વિઠલભાઈ કેસુરભાઈ કોલી

મદદનીશ શિક્ષક

શ્રી વિઠલભાઈ કેસુરભાઈ કોલી આ શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ઉદ્યોગ શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. તેઓ ધોરણ 11-12 માં આંકડાશાસ્ત્ર તેમજ કોમ્પ્યુટર વિષય પર ભણાવે છે. Intel Teach to the Future ની Computer તાલીમ તથા ધોરણ 11-12 ના અભ્યાસક્રમ અંતર્ગત Aptech માં Computer તાલીમ લીધેલ છે. શાળામાં ઈકોક્લબ તથા ઉર્જારક્ષકદળ અંર્તગત પર્યાવરણલક્ષી પ્રવૃતિઓ જેવીકે રેલી, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ વગેરે તદઉપરાંત પ્રવાસ પર્યટન સમિતિના સભ્ય છે. ગણિત, વિજ્ઞાનમંડળ, વૃક્ષારોપણ, વિજ્ઞાન બુલેટીન, વર્તમાન પત્ર સમાચાર, જેવી પ્રવૃતિઓ ઉત્સાહપૂર્વક કરે છે. આરોગ્ય સપ્તાહ, વ્યસનમુક્તિ સપ્તાહની ઉજવણીની કામગીરી એમને સોપેલ છે. તેઓ ખૂબજ મહેનતું છે. નિષ્ઠાપૂર્વક પોતાની સેવાઓ બજાવે છે. તેઓ વિદ્યાર્થીઓમાં ખૂબજ પ્રિય છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.એસ.સી., બી.એડ.

દાખલ તારીખ

:

10/22/2001 (ડી.બી. પારેખમાં)

જન્મ તારીખ

:

4/18/1971