શ્રી શૈલેન્દ્રસિંહ કરણસિંહ ગઢવી

મદદનીશ શિક્ષક

શ્રી શૈલેન્દ્રસિંહ કરણસિંહ ગઢવી આ શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સંસ્કૃત વિષયના શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. તેઓશ્રી આલંકારિક ભાષા ધ્વારા વિદ્યાર્થીઓને રસપ્રદ શિક્ષણ આપે છે. શાળાની વિવિધ સમિતિ પૈકી પ્રાર્થના સમિતિ, યુવક મહોત્સવ સમિતિના તેઓ સભ્ય છે. સંસ્કૃત બાહ્ય પરીક્ષાનું તેઓ સંચાલન કરે છે. સાહિત્ય બુલેટીન અને નિબંધ સ્પર્ધાની કામગીરી સંભાળે છે. શાળામાં ચાલતા જાગૃત ગ્રાહક ક્લબનું સંચાલન કરે છે. તેમને ગરબા મહોત્સવ, સ્વચ્છતા સપ્તાહ, ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણીની કામગીરી સોપેલ છે. યુવક મહોત્સવમાં સંગીત વિભાગમાં શાળાનું નામ રોશન કરેલ છે. તેઓ ખૂબજ મહેનતું છે. તેઓ વિદ્યાર્થીઓમાં ખૂબજ પ્રિય છે. શાળાની તમામ પ્રકારની ઇતર પ્રવૃત્તિઓમાં હંમેશા ભાગ લે છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ.બી.એડ

દાખલ તારીખ

:

06/10/2002 (ડી.બી. પારેખમાં)

જન્મ તારીખ

:

06/07/1975