શ્રી દિલીપભાઈ હિરાલાલ જોષી

મદદનીશ શિક્ષક

શ્રી દિલીપભાઈ હિરાલાલ જોષી આ શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં તત્વજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. શાળાના બાળકોને જીવન ઉપયોગી જ્ઞાનની માહિતી તત્વજ્ઞાનને આધારે આપે છે. તેઓશ્રી શિસ્તના ખૂબજ આગ્રહી છે. તેમને તારુણ્ય શિક્ષણની તાલીમ લીધેલ છે. તેઓ શાળાની સાંસ્કૃતિક પ્રવૃતિ, રમત-ગમત સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપે છે. આરોગ્ય સપ્તાહ, ગરબા મહોત્સવની ઉજવણીની કામગીરી તેમને સોંપેલ છે. શાળાના કર્મચારીઓ દ્વારા ચાલતી સામાન્ય સોસાયટીના મંત્રી તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપે છે. આચાર્યશ્રી દ્વારા સોપવામાં આવતા તમામ કાર્ય કરે છે. તેઓ ખૂબજ મહેનતું છે. તેઓ વિદ્યાર્થીઓમાં ખૂબજ પ્રિય છે. શાળાની તમામ પ્રકારની ઈતર પ્રવૃત્તિઓમાં હંમેશા ભાગ લે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ., બી.એડ.

દાખલ તારીખ

:

08/02/2002 (ડી.બી. પારેખમાં)

જન્મ તારીખ

:

04/01/1969