શ્રી દશરથભાઈ કેદરભાઈ રાઠવા

મદદનીશ શિક્ષક

શ્રી દશરથભાઈ ફેદરભાઈ રાઠવા આ શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. શાળાના ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓનું આગવું આકર્ષણ ધરાવે છે. અભ્યાસની ઝીણવટભરી પ્રવૃત્તિઓમાં ખુબજ રસ છે. શાળાની યુવક મહોત્સવ સમિતિ, સાંસ્કૃતિક સમિતિઓમાં સભ્ય તરીકે સેવા આપે છે. શાળાના વિવિધ કાર્યક્રમોનાં સંચાલનમાં તેમનું નોધપાત્ર યોગદાન છે. તેઓશ્રી આચાર્યશ્રી દ્વારા સોંપવામાં આવેલું કોઈપણ કાર્ય નિષ્ઠાપૂર્વક કરે છે. વકતૃત્વ સ્પર્ધા, વાંચન સ્પર્ધા, નિબંધ સ્પર્ધાની કામગીરી નિષ્ઠાપૂર્વક કરે છે. અને આ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે પણ સેવા આપે છે. તેઓ ખૂબજ મહેનતું છે. તેઓ વિદ્યાર્થીઓમાં ખૂબજ પ્રિય છે. શાળાની તમામ પ્રકારની ઈતર પ્રવૃત્તિઓમાં હંમેશા ભાગ લે છે.

શૈક્ષણિક લાયકાત

:

એમ.એ., બી.એડ

દાખલ તારીખ

:

06/12/2003 (ડી.બી. પારેખમાં)

જન્મ તારીખ

:

06/01/1976