શ્રી હરેશકુમાર ચીમનભાઈ વઘાસીયા

મદદનીશ શિક્ષક

શ્રી હરેશકુમાર ચીમનભાઈ વઘાસીયા આ શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં નામાના મૂળ તત્વ અને વાણિજ્ય વ્યવસ્થા વિષયના શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તેવું રસપ્રદ શિક્ષણ આપે છે. શાળાની પ્રગતિમાં વિશેષ રસ ધરાવે છે. શાળાની સાંસ્કૃતિક સમિતિઓમાં સભ્ય તરીકે મહત્વનું યોગદાન છે. તેઓશ્રી આચાર્યશ્રી દ્વારા સોંપવામાં આવેલું કોઈપણ કાર્ય નિષ્ઠાપૂર્વક કરે છે. તેઓશ્રી ગાયત્રી પરિવાર દ્વારા લેવામાં આવતી બાહ્ય પરીક્ષાનું સંચાલન કરે છે. 1/6/1994 થી 12/6/02 સુધી દ્વારકેશ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ રખિયાલ, તા.13-06-2002 થી 30-09-2002 ડી.ઇ.ઓ. કચેરી વડોદરા ખાતે, 1-10-02 થી 24-01-2008 ધી શારદા હાઇસ્કૂલ આનંદપુરા, તા. સંખેડા ખાતે ફરજ બજાવેલ છે. તેઓ ખૂબજ મહેનતું છે. તેઓ વિદ્યાર્થીઓમાં ખૂબજ પ્રિય છે. શાળાની તમામ પ્રકારની ઈતર પ્રવૃત્તિઓમાં હંમેશા ભાગ લે છે.

શૈક્ષણિક લાયકાત

:

બી.કોમ., બી.એડ.

દાખલ તારીખ

:

1/25/2007 (ડી.બી. પારેખમાં)

જન્મ તારીખ

:

6/19/1969